શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

SB KHERGAM
0


શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. 

 જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે, માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.

         શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે. સમાજના જવાબદર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે 


       ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.

      નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર ભાગડમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિબેન પટેલ કે જેવો મૂળ નાંદરખાના વતની છે અને હાલ ગણદેવી તાલુકાના ભાગડ ગામે પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. કીર્તિબેન પટેલ દ્વારા પોતાના વર્ગખંડમાં બાળકોને પોતાના છોકરાની જેમ સાચવી અને શિક્ષણ આપી રહ્યા છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર

       ત્યારે તેમની વિશેષ વાતો આપણે તેમના જ શબ્દોમાં જાણીએ તો... તેઓ કહે છે કે સૌપ્રથમ મને શિક્ષકનો પવિત્ર વ્યવસાય મળ્યો તે માટે પ્રભુનો આભાર. મારી 21 વર્ષની શૈક્ષણિક યાત્રામાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ ‘મા‘ સરસ્વતી અને પ્રભુની દેન છે.                       નવસારી જિલ્લામાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મેળવનાર પ્રથમ શિક્ષક મહિલા હોવાનો મને ગર્વ છે. મારા બાળરૂપી પુષ્પો ખીલતા અને મઘમઘતા રહે એવા મારા અવિરત પ્રયત્ન રહ્યા છે.જે ક્ષેત્રની જવાબદારી પ્રભુએ મને સોંપી છે એ ક્ષેત્રમાં મારુ યોગદાન આપી એ વિશ્વાસ અકબંધ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર

     સરકારશ્રીના” રમતાં રમતાં ભણીએ”ઉદ્દેશ્યને ચરિત્રાર્થ કરવા “કીર્તિનો કલરવ”બાળગીત સંગ્રહ મારી કલમે લખાયેલ છે. મને સાહિત્ય ક્ષેત્રે ‘‘રવીન્દ્રનાથ ટાગોર સન્માન,અને ‘બેટી રત્ન સન્માન’ મેડલ અને પ્રમાણપત્ર સહિત પ્રાપ્ત થયેલ છે. મારી કર્મનિષ્ઠા અને સેવાભાવ મારા દિલમાં અકબંધ રાખી બાળકો માટે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અથાગ પ્રયત્નો કરીશ એવી ખાતરી આપું છું. મારામાં રહેલ પ્રતિભાનો મારા બાળદેવોમાં સદૈવ વિવિધ કૌશલ્યો વિકસાવવા એમના કલ્પના જગતને વિશાળ બનાવવા પ્રયત્ન કરતી રહીશ.

જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કીર્તીબેન પટેલ “મુજ જ્ઞાનની જ્યોત ઝળહળતી રાખજે,બાળરૂપી પુષ્પો ખીલવવાની શક્તિ તું દેજે,મા શારદે મુજવંદન તુજ ચરણે સ્વીકારજે!”

(જમણી બાજુ) નવસારી જિ. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિલીપકુમાર પટેલ અને ડાબી (બાજુ)ગણદેવી શિક્ષક સંઘનાં પ્રમુખ કલ્પેશ ટંડેલ

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ એમ જ નથી કહેવામાં આવતું. બાળકો સાથેના કાર્યમાં આ ત્રણે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે ત્યારે મા સ્તર સુધી પહોંચી માસ્તર બિરુદ મળે છે. અનેકો કામગીરી સાથે ઘેરાયેલાં શિક્ષક જયારે રાત દિવસ શિક્ષણને ઉજાગર કરતાં હોય ત્યારે આવા સન્માનનો અધિકારી બનતાં હોય છે. 

       કીર્તિ બહેને પણ એમનાં ઉપનામ ને સાર્થક કરતાં અનેક ઓજસ પાથર્યા છે.શિક્ષણ જગતે તેમની નોંધ લઈ તેમનાં" કાર્યની સરાહના કરીતે ઉલ્લેખનીય અને પ્રશંશનીય કાર્ય છે.



          પતિ ઓજસ સાથે કીર્તિબેન પટેલ

Post a Comment

0Comments
Post a Comment (0)